#નિયતિ
મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં
નહીં તો એમને પણ ક્યાં ચાલતું મરા વિના.
લડતા ઝગડતા પાછા સમ દઇ મનાવતા,
ભલા વિસરાય ક્યાં એ મધુર પ્રેમ ની વાતો
ખેલ ખેલાયો જ્યારે આ નિષ્ઠુર નિયતિનો
અકળાઇ જગતથી તમેજ સમ દય રોક્યો'તો
મહોબ્બત મારી અટવાઇ આ નિયતિ માં
નહીં તો મને પણ ક્યાં ફાવતું એના વિના.