English Quote in Poem by Hari Dodia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

∆∆ દયનિય દુકાળ ∆∆

કુદરત શાને થયો કાળઝાળ,
શાને દેહમાં પાડ્યો દકાળ.
માણસ તો જીરવી જાશે ઝાળ,
અબોલ પહુડાં ભોગવશે કાળ.

પાણી ગ્યું છે ઉંડે પાતાળ,
ધરા થૈ છે આજ રસાતાળ.
કાળનું જડબું થયું વિકરાળ,
પશુ પંખીની કોણ લેશે ભાળ?

ગાયુ તરસી દેતી ભાંભરડા,
પાણીનાં કરતી રોજ પોકારા.
કોણ દે એને કાળમાં હોકારા,
ટળવળતા તરસે તારા અબોલા.

જીવ માતરનાં નિરખે નેહ,
તું વિણ અમે મરિએ મેહ.
નદી નાળા સુકી ભઠ ભેખ,
કેમ કરીને જીવાડિયે દેહ.

ભુલ આપણે કરી છે અપાર,
કાપી વનરાઇ વગડો કર્યો ભેંકાર.
ચિલે ચડાવવા તે મારી થપાટ,
અક્કલ નૈં આવે તો દે જે અગન જ્વાળ.

વધારી સુવિધા તો દુવિધાનો નૈં પાર,
ઉખેડી ઝાડ ને લીધો એ.સી.નો ઓથાર.
હવા પાણીમાં પ્રદુષણનાં પ્રહાર,
પર્યાવરણમાં ભેળવ્યા રસાયણ અઢાર.

જંગલ કાપી ને કાપી વનરાઇ,
જીવવા હાટુ જુટવી જીવાઇ.
નગર વસાવીને શી કરી નવાઇ,
કામ નૈં આવે પાપની કમાઇ.

દુકાળ એ નથી કોપ કુદરતનો,
શીખવે છે આપણને પાઠ પ્રકૃતિનો.
વ્યથા છે વા'લાની વસુંધરા કાજે,
વાવો વૃક્ષ ને ધરવ કરો ધરાનો.

હરિ ડોડીયા ,, વા'લા
આલીદર

English Poem by Hari Dodia : 111413558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now