એક નગર માં એક રાજા રહેતા હતા,રાજા ખુબ જ સારા અને દયાળુ હતા,અને પ્રજા પોતાના કરતા રાજાને ખુબ ચાહતી,એ રાજા ના પ્રજનન ના હિત માં તમામ કામો કરતા,
કાળ અકાળ માં પ્રજાને બધું અનાજ અને ઘન આપતા,
અને બદલા માં પ્રજા રાજાને જે ગમતું હોય એ બનાવીને એમને આપે,જેમ કે ગમણ હોય,યુધ્ધ માટે ના જરુરી હથીયારો હોય,અને રાજાને પ્રજા તરફિ મડતી ભેટ ને હાથ લગાડિ ને પાછી આપી દેતા,તોય પ્રજા એમને આગ્રહથી ફરી આપી દેતા,રાજા ને સંતાન માં એક પુત્રી અને એક પુત્ર હતા,એ પણ ખુબ જ સારા હતા બીલકુલ રાજા જેવા જ,
એમની પુત્રી ઉંમર લાયક હતી તો એના માટે સારું સાસરીયુ મડે એવું એ રાજા ઇચ્છતા હતા,
દિકરી ને જોવા માટે એક દિવસ એક રાજશાહિ રાજન આવ્યા હોય છે,
તો એક એવી ઘટના બને છે કે એ રાજન અને એમનું શાહિ પરિવાર ત્યાં એક રાત રોકાય છે,અને રાત નું ભોજન આરોગી ને તેઓ બધા સુઇ જાય છે,
સવાર પડી એટલે મહારાજા ઉઠ્યા અને શાહિ પરિવારને જગાડવા જાય છે ત્યાં રાજન લોહિ લુહાણ સુતા હોય છે,
બધાએ એમને જગાડે છે પરંતુ રાજન એ સ્વર્ગ વાસી થઇ ગયા હોય છે અને મહારાજા વિચાર ની સાથે ખુબ દુખી થય જાય છે કે હું પ્રજાપ્રેમી રાજા છૂ,જેટલો હું પ્રજાને પ્રેમ કરું છું એનાથી વધારે પ્રેમ મને પ્રજા કરે છે અને આજુ બાજુના રાજ્યો સાથે અને રજવાડા સાથે પણ મારા ખુબ સારા અને કિંમતી સંબંધ છે અને ચારેય બાજું ના રજવાડાના રાજા માં હું રજવાડી પ્રિય રાજન છું તો આ ખુન કોણે કર્યું હશે...!
રાજન ના શાહિ પરિવાર ની માફિ માંગીને રાજન ના શબને એના ગઢ લયજાય છે અને ત્યાં અંતિમ સંસ્કાર કરે છે,
થોડા દિવસો ચાલ્યાં ગયા ત્યાં વટેમાર્ગુ રાજન પાસે એક રાતનો આસરો માંગે છે અને રાજને એ વટેમાર્ગુને રાત્રી ભોજન કરાવ્યું અને એમની સાથે થોડી વાતો કરીને અને બંને સયનકક્ષ માં જાય છે,
સવારે જ્યાં રાજન ઉઠે છે તો એ વટેમાર્ગુને ચા અને સવાર નું ભોજન નું કહેવા જાય છે,ત્યાં એ વટેમાર્ગુની હારે પણ એવું થાય છે પેલા રાજન હારે થયું હતું રાજાને વિચારોના ઘોડા દોડવા લાગ્યા,અરે ભગવાન આતે કેવી સંકટતા આવી ચડી મારા રાજ્યમાં કે કોઇ મારે ત્યાં આસરો રહે અને સવાર પડતા એનું ર્મુત્યુ થય જાય,પછી એ રાજન એ વટેમાર્ગુના શબનુ અંતિમ સંસ્કાર કરે છે અને ફરી એ રાજ્ય ચલાવા માંડે છે,
એક વાર એમને ત્યાં શ્રાવણ માસ પુર્વે સંતોની ટોલી આવે છે જેને રાજન આદર પુર્વક એમને રાજગઢ માં તેડાવે છે,
બધા સંતોને ભોજન કરાવે છે અને સંધ્યા ટાણું થયું એટલે રાજને એ સંતોને વિનંતી સાથે કહ્યું,
હે મારા સંતગણો હમણાં થોડા સમયથી મારા રાજ્યમાં નબનવાની ઘટના બને છે,અને જે કોઇ મારા રાજગઢ માં એક રાત રહે છે એ સવારે ર્મુત્યુ પામે છે,
તો મારા સંતો હું તમને બે હાથ જોડીને એટલું કહિસ કે તમે મારા રાજગઢ માં વિશ્રામ ના કરો અને તમારે જ્યાં જવું એ માર્ગે પ્રસ્થાન કરો અને જોઇએ તો તમને રથ આપું,ગાડા આપુ,ઘોડાઓ આપું પરંતું મારા રાજ્યમાં રોકાશો નહીં,
કાંઇ વાંધો નહીં રાજન,હું શિવને પ્રાથના કરીશ કે તમારા રાજ્ય માં બધું કુશલ મંગલ થાય અને પ્રજાની રક્ષા કરે,
સંતો રાજન પાસેથી વીદાય લે છે અને એમના માર્ગે પ્રસ્થાન કરે છે,
થોડા દિવસો પછી....
#કિંમત