Gujarati Quote in Blog by Jayshree Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુભાષિત ૨

સુભાષિત આપણી સંસ્કૃતિનો વિશેષ પરિચય આપે છે.સુ + ભાષિત એટલેકે *સુ* સુગમ કે સારી રીતે કહેવાયલી વાત. સુભાષિત માં અનુભૂતિ થયા પછીનો નિચોડ જે સંસારમાં રોજબરોજ પ્રસંગ કે ઘટના ઉદ્દભવે ને જ્ઞાનીઓ તેને બે પંક્તિઓમાં આપણને જ્ઞાન રૂપી પીરસી જાય.

*સુપ્રભાત*

૨ )
*પાન સડે, ઘોડા અડે, વિદ્યા વિસરી જાય;
રોટી દાઝી શેકતાં,કહો ચેલા કેમ થાય..?*

અહીં કવિ કે ગુરુ એ પોતાના વિદ્યાર્થીને/ચેલાને અનુભવ દ્વારા ગતિશીલતા ને સંસારચક્રનું મુખ્ય અંગ ગણાવ્યું છે.
આજે બધાજ ઘરમાં સ્થિર થઈ ગયા છે.સરકાર પણ તેના પ્રયત્નોમાં જૂટી ગઈ છે.કોને પોતાના દેશની પ્રગતિ અટકાવવી ગમે ?રોગ થી ડરી બેસી રહીશું ને પ્રતિકારક ઉપાયો ન શોધ્યા તો અટકી જઈશું.સાથ અને સહકાર વિના કેમ ઉદ્ ભવશે આ..? માટે સ્થિત નહિ ગતિશીલ બનો.
અહીં ગુરૂ દ્વારા સમજ આપી છેકે નાગરવેલના પાન વેલીએ થી તોડ્યા પછી,પાણીમાં રાખી મૂકીએ ને ઉથલાવીએ નહીં તો પીળા પડી જાય..સડી જાય ખાવા યોગ્ય જ ન રહે.
ઘોડાને જો પાળીએ પછી ન તો સવારી કરીએ કે ન તેને ગાડીએ બાંધીએ તો તેના પગ તેની ગતિ અટકી જાય તે। ન તો ભાગવાને યોગ્ય રહે ન કામને..!
જો ભણ્યા ગણ્યા પછી ચોપડા ઉંચા મૂકી દઈએ વાંચન ને વાંચીએ નહિ કે ફરી ફરી ઉથલાવીએ નહિ તો તે ભુલાઈ જાય.બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય.સૂઝબૂઝ વિસરાય જાય.
રોટલી બનાવવા બેસીએ ને તેને ઉથલાવીએ નહિ તો રોટલી બળી જાય ને ખાવા યોગ્ય જ ન રહે.
જો ઘર અવાવરું છોડી દઈએ તો રહેવાને યોગ્ય જ ન રહે.લોંખડને પડી રહેવા દઈએ તો કાટ ખાઈ જાય.
પ્રકૃતિ પણ આવા બદલાવ લાવે, તો ગભરાયા વગર ઉપાય શોધીએ, જીવન ચક્ર તો ગતિશિલતા ને જ શોભે.
સ્થિરતા ને નહિ.માનવ છો સહૃદયી માનવી બની જ્ઞાન ધ્યાન ને પ્રકૃતિનો સાથે લઈ નવું નવું ઉથલાવ્યા કરો..કોઈક માર્ગ તો પ્રભુએ સર્જ્યો જ હશે..
* આમ હારો નહિ કે નહિ સ્થિરતા સ્વીકારો ગતિશિલતા ને જીવન ચક્રને વહેતા પ્રવાહ ની જેમ નદી જેવું ગતિશિલ બનાવી આ પરિસ્થિતિ ને હરાવો.*
* ચાલો ગતિ વગર પ્રગતિ નથી,માટે કાર્યશીલ બનો. આવેલી પરિસ્થતિને એકજૂટ થઈ સમજદારીથી સાથ ને સહકારથી ઉથલાવો ચક્રમાન કરો*

© ℗®™

જયશ્રી પટેલ
૨૩/૪/૨૦૨૦

Gujarati Blog by Jayshree Patel : 111407580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now