Gujarati Quote in Poem by Manisha Bhute

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખારાશ ને પેલે પાર...

હું ને દરિયો કેટલું સામ્ય છે જો
દિવસે ખળભળે રાત્રે સૂનકાર છે જો
ખારાશ એટલી અસહ્ય કે પી ના શકાય
તો યે શ્વસે છે લાખો જીવ પેટાળ માં જો
અખૂટ છે નીર ચાહે એટલું લઇ લ્યો
ઉભરાય તો સુનામીના નામે બદનામ છે જો
ડૂસકાં એકલતા કવિતા ને કંકર બધું જ સહે છે
છતાંયે કિનારે સૌને હરદમ આવકારે છે જો
થપાટો સહે નિરંતર ઋતુઓની તોયે
દિવાદાંડી સમું કંઇક એમાં ટમટમે છે જો
છંદ અલંકાર જેવા કોઇ આભૂષણ નથી દેહે
અસંખ્ય કવિઓએ કેવો ચાહ્યો છે પણ જો

-મનીષા

Gujarati Poem by Manisha Bhute : 111406499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now