બધા જંગ હારી ને, જીતની મહેફિલ સજાવી બેઠો છું
પથ્થરોનાં કાળજાને, હું દિલનાં દર્દ ભણાવી બેઠો છું
થોડાક વધુ હલેચા માર્યા હોત તો મધદરિયો દૂર નોતો
પણ હું નાવિક, મારી નાવ થી જ કિનારો કરી બેઠો છું
અંજવાળું તો હશે જ ક્યાંકને ક્યાંક ઘનઘોર અવનીમાં
પણ હવે મારે શું, હું તો અંતરે જ અંધારું કરીને બેઠો છું
કોઈ ના મળ્યું બીજું તો દર્દો સાથે જ મહેફિલ જમાવી
નોતા મહેફિલમાં એ બધા દર્દોને પણ નોતરી બેઠો છું
થોડા કાંપતા હોઠે કીધું દર્દને કે દોસ્તી જામશે આપણી
તો કહે મારૂ ક્યાં કોઈ છે, હું તો તારા જ સહારે બેઠો છું
તે ચેતવ્યો તો મને, પ્રેમનાં ઘાં નહીં સહાય, મે કીધું તુ
તું તારે મરજે ને, હું તો ઘાં જીલવાની તૈયારીએ બેઠો છું
પણ હજુ એની યાદમાં ક્યારેક ભુલાય જાય છે તું દોસ્ત
હા, બીજીવાર પછડાવાનો સંપૂર્ણ ઇરાદો રાખીને બેઠો છું
દોસ્ત હવે તું જ એને કેજે ને કે ચાલી આવે, અને કેજે
આવે ત્યાજ જ્યાં મૂક્યો તો, હું ત્યાજ રાહ જોઈ બેઠો છું
આપણે મળીશું પાછા દોસ્ત, તને અલવિદા નહીં કવ
કેમ કે હું એ કાતિલનાં હાથમાં હથિયાર આપી બેઠો છું