આ દોરો કાંડા પર બાંધો ને ચમત્કારનો કરો અનુભવ
તંત્ર શાસ્ત્રમાં કાળા રંગના દોરાનું વિશેષ મહત્વ હોય છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે કાળા દોરામાં એ ગુણ હોય છે કે તે બધી રીતની નકારાત્મક ઊર્જાને પોતાની અંદર શોષી લે છે અને તેને ધારણ કરનાર વ્યક્તિ પર નકારાત્મક ઊર્જાની કોઇ અસર થતી નથી.તંત્ર શાસ્ત્ર મુજબ, કાળો દોરો ફક્ત તમને ખરાબ નજરથી રક્ષણ જ નથી આપતું પરંતુ તે ઉપરાંત તમારું ભાવિ પણ બદલી શકે છે. આવો જાણીએ કાળા દોરાનાં ચમત્કારિક ઉપાયો અંગે.
તંત્ર શાસ્ત્ર મુજબ, શનિવાર અથવા મંગળવારે સાંજે નજીકના હનુમાન મંદિર પર જઇ કાળા દોરા પર હનુમાનજીની પ્રતિમામાંથી સિંદુર લઇ તેને કાળા દોરા પર લગાવો. તે પછી કાળા દોરાને ઘરના મુખ્ય દ્વાર સાથે બાંધી દો. આમ કરવાથી, તમારા ઘરથી દુષ્ટ પ્રભાવો દૂર રહેશે.
કાળા દોરાને સીધા હાથના કાંડા પર બાંધવાથી તમારા કામમાં આવનારી સમસ્યાઓ દૂર થવાની શરૂ થઇ જશે અને સફળતાના દરવાજા ખુલી જશે.
બાળકોને આ કાળો દોરો બાંધવાથી તેઓ દુષ્ટ પ્રભાવથી સુરક્ષિત રહે છે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
સાથે જ હનુમાનજીના પગ પરનું સિંદુર કાળા દોરા પર લગાવી પહેરવાથી રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.