ખુશીના આ ખેલ કેવા છે, રાતે રડાવે છે,
દિલ ને આપી દિલાસા એ કેવું મનાવે છે.
રક્તની શાહીથી લખ્યા જે પ્રેમપત્રો અમે,
એ તાપણું કરી હસતા હસતા જલાવે છે.
એના ચહેરાની ચમક પર થોડો અધિકાર છે,
અકળતા એની લાગણીને મારી હરાવે છે.
સ્તબ્ધ રહી ગયું પાણી ભરેલા એ વાદળ,
લોકો મનોજને લાડકા પર સુવાડી જલાવે છે.
મનોજ સંતોકી માનસ