પ્રારંભ
કોઈ પણ સતકાર્યનો આરંભ કરી જુવો તેની ગતિ આપોઆપ વેગીલી બનશે જ, તે અનંત છે. તેજ પ્રમાણે કોઈ દુષ્કૃત્યનો આરંભ પણ તેના નાશ તરફ દોરી જાય છે આ વણલખ્યો નિયમ છે એક સંસ્કૃતિનો શિરસ્તો છે.
માટે પ્રારંભ શબ્દનો પ્રયાય આરંભ છે પણ જે કાર્ય એક નિષ્ટ સારી ભવનાથી દ્રઢ નિશ્ચયતા સાથે કરવામાં આવે છે તેને પ્રારંભ કહી શકાય.
એટલે કોઈ પણ શુભ શરૂઆતનો પ્રારંભ કરવો જોઈએ આરંભ અને પ્રારંભની પાતળી ભેદરેખા સમજી તેના પર્યાયને સ્વીકારવો જોઈએ.. નહિતર આરંભે સુરા... કહેવત અનુસાર આરંભનો અંત ટુક સમયમાં જ આવી જાય.. પ્રારંભ કરેલી દરેક પ્રક્રિયા સબળ હોય છે જેમાં સત્યતા, નૈતિકતા, એકનિષ્ટતા, સદાચાર, સમન્વય, ની તાકાત હોય છે અને તેના ઉપરાંત ઈશ્વરના આશીર્વાદ થકી કરેલા પ્રારંભનું લક્ષ સફળતાપૂર્વક તેના ગંતવ્ય સ્થાને પહોંચી સુખદ અંત કે અનંતને માર્ગે રહે છે