હતું એક પ્રેમ નગર નામે શહેર,
એમાં રહે લાગણીશીલ અને લાગણીહીન,
બે'ય આમ તો મિત્રો પણ સ્વભાવ એકબીજાથી વિરોધાભાસ,
લાગણીહીન ને જોઈએ કરવા હેરાન લાગણીશીલને,
અને સહન કરે તે આ બધું કશું બોલ્યા વગર,
પછી થયું એક દિવસ એવું કે,
દંભ આવીને લાગણીહીન સાથે ખોટી લાગણીનો દંભ કરી ગયો,
પછી આવ્યું લાગણીહીન ને સપનું કે,
ઈર્ષા, નફરત,દુઃખ આ બધાં ભેગાં મળીને કહે કે આ નગરથી ચાલ્યા જવાનું,
કારણ જમાવવુ હતું વર્ચસ્વ આ શહેર પર,
અને ત્યારે લાગણીહીને ના પાડી આ શહેર છોડી બીજે જવાની,
તો તેઓ કરવા લાગ્યા દાદાગીરી ખોટી લાગણીહીન પર,
અને ત્યારે આવીને લાગણીશીલ થાળે પાડે છે આ મામલો,
પછી બીજે દિવસે લાગણીહીન આવ્યો લાગણીશીલ પાસે,
અને વાત કરી ગત્ રાત્રિના સપનાની,
અને તેને સમજાતા મહત્વ લાગણીશીલ નું માંગી માફી તેની પાસે અને વ્યક્ત કર્યો પશ્ર્ચાત્તાપ આટલું લાગણીશીલને હેરાન કરવા માટે,
લાગણીશીલ સ્વભાવનો હતો ભોળો,
કર્યો એણે માફ,
અને તો પણ અંતે લાગણીહીન આપતો ગયો એક વણમાંગી સોનેરી સલાહ,
કે દોસ્ત, તું છો ખૂબ ભોળો અને લાગણીશીલ પણ આમ ખોટી રીતે વહી ન જવું લાગણીઓમાં,
જે કરે મારી જેમ પરેશાન તને ખોટી રીતે,
તો એનું ન કરવું કશું ક્યારેય સહન!
#લાગણીશીલ