રાણી
રાણી શબ્દ આપણા સાહિત્યમાં શબ્દકોષમાં જે રાજાની પત્ની હોય તેની માટે જ વપરાયેલો છે પછી તેની ઉપમા વિવિધ અર્થમાં ઉપયોગમાં લેવાય છે. એટલે કે રાજાને ગમી તે રાણી....
પરંતુ આ રાણીએ આપણા ઇતિહાસને સમૃદ્ધ કર્યો છે જેમાં ઝાસીની રાણી, અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ, ઘણા રાજઘરાણા ની રાણી જેવાકે ભાવનગરના મહારાણી નંદકુવરબા, જૂનાગઢના મીનળદેવી જેવી વિભૂતિથી ભારત વર્ષનો ઇતિહાસ માતબર છે તો ધર્મક્ષેત્રે પણ મેવાડના મીરાંબાઈ, હસ્તીનાપુરના કુંતી, અયોધ્યાના કૌશલ્યા, સીતા અને કૈકેયી જેવી નારીઓ એ બોધપાત્ર જીવન જીવવાનો સંદેશ આપ્યો છે.
કહેવાનો અર્થ છે કે રાણીનું પાત્ર મલ્લિકા જેવું છે સદાય ખુશનુમા રહેવું એટલે જ ઋતુઓની રાણી વસંત કહેવાય છે કે સમગ્ર સુષ્ટિનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. આ દેશની મહ્ત્વતા અને મહત્તા જેટલી તત્કાલીન રાજાઓને લીધે છે તે સર્વની તદુપરાંત રાણીઓ ને લીધે પણ છે...