Gujarati Quote in Shayri by Dp, pratik

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે દેહ ત્યાગુ તો ઉપર રંભાને ભાળું,
વળી ઉર્વશી મેનકાનું નૃત્ય નિહાળું.

અહીં ઉંમરની સાથે ચમક પાંગરી જશે,
ત્યાં સોળનું વર્ષ પૈન્ડે કાયમનું માણું.

દેવો દાનવ લડી મરશે સ્વર્ગ લાલસામાં,
હું તો કળશ મહીં ઘૂંટડા અમૃતના ચાખું.

વઢશે બ્રહ્મા વિધિને લેખ જોતા જ મારા,
આતે શેનું કર્યું ભાગ્યમાં ગોળ કુંડાળું?

પિતા બ્રહ્મ ભૂલી હું ભાન ન કઈ સમજાણું,
આપે ભાગ્ય નરક કહ્યું ત્યાં માર્યું મેં તાળું.

જીવન સાચ્ચી ધરા,કલ્પિત ઓલ્યુ સરગ,
આતો બેઠા બેઠું મનડું જ કરતું ગોટાળું.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111381696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now