ખાનગી
ખાનગી એટલે અંગત જે ફક્ત સ્વયંને લગતું જ હોય તેમાં કોઈપણ ભાગ લઈ શકતું નથી પછી ગમે તેવી અંતરંગ વ્યક્તિ હોય.
પરંતુ આ વિશ્વમાં સુખશાંતિથી રહેવું હોય તો કશું જ અંગત કે ખાનગી ના રહેવું જોઈએ સંપૂર્ણ પારદર્શક જીવન તે સુખ અને મનની શાંતિનો પ્રથમ પાયો છે.
પરંતુ જીવનના બે તબક્કા સંપૂર્ણપણે ગોપનીય રહેવા જોઈએ ખાનગી રહેવા જોઈએ એક દામ્પત્ય અને બીજું આધ્યાત્મ
પહેલા તબક્કામાં તમારો પ્રેમ સંબંધ કોઈ એક વ્યક્તિ સાથે બંધાયેલો છે અને બીજા તબક્કામાં તમારો પ્રેમ સંબંધ પરમકૃપાળુ પરમાત્મા શ્રીઈશ્વર સાથે બંધાયેલો હોય છે
આ બન્ને સંબંધમાં તમને થતી અનુભૂતિ લાગણી વાતચીત ફક્ત તમારા બે વચ્ચે જ રહે તેને ગોપનીય કહેવાય. પતિ પત્નીની અંગત વાતો કે અંગત પળો નો જાહેરાત નથી કરાતી અને તેથીજ તમારું દામ્પત્ય સફળ થાય છે તેજ પ્રમાણે તમારી અધ્યાત્મિકા ઈશ્વર સાથે જડાયેલી હોય છે તેમાં થતી અનુભૂતિની જાહેરાત કરવામાં નથી આવતી. અને તો જ તમે ભવસાગર પાર કરી શકો જો તમે આને ખાનગી ના રાખી શકો તો તમને થતી અનુભૂતિ આપોઆપ બંધ થઈ જાય છે કારણકે તમારી પત્ની કે પતિ કદાચ માફ કરી ઉદારતા દાખવશે પરંતુ ઈશ્વર આ બાબતમાં બહુ જ કડકાઈ દાખવશે અને તમારી સહેજ પણ થતી અનુભૂતિ બંધ કરી દેશે તો આગળની જે ભવ્ય અનુભૂતિ થવાનું કોઈ કારણ જ નથી....
આમ જીવન પારદર્શક રાખો પણ સાથે ખાનગી રાખી જીવન પરિપૂર્ણ બનાવો
#Private