પાસવર્ડ
તમારી અગત્યની ચાવી જેનું નામ 'પાસવર્ડ'
ચાવી તો કોઈ વાર આડીઅવળી મૂકી દેવાય કે ખોવાઈ જવાનો ભય રહે, તે બીજાના હાથમાં આવી જતા તેનો દુરુપયોગની શકયતા રહેલી છે પણ પાસવર્ડ તો અદ્રશ્ય રીતે તમારા મગજમાં છુપાયેલ સ્મરણશક્તિ જે તમારા સિવાય કોઈને ખબર ના હોય.
આ પાસવર્ડનો ઉપયોગ કરી તમે તેની પાછળ છુપાયેલા ભંડાર સુધી પહોંચી શકો છો.. ઉદાહરણ .. તમારી બેંકનું ખાતું, તમારા મોબાઇલની દુનિયા, તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ, તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડની સંપત્તિ, આના જેવી અનેક ભૌતિક સંપતિઓ, અગત્યની માહિતીઓ સુધી પહોંચવાની ચાવી એટલે કે પાસવર્ડ
પરંતુ આદ્યત્મ જીવનમાં એક એવો જાહેર પાસવર્ડ ઈશ્વરે દરેકને આપ્યો છે તે પ્રાર્થના સ્વરૂપે છે ભૌતિક પાસવર્ડથી તમે તમારી અંગત વસ્તુ સુધી પહોંચી શકો પણ આધ્યાત્મ પાસવર્ડથી સુષ્ટિ બહારનું વિશ્વ આ લોક છોડી પરલોક કહો કે અંતિમ લોક જે પરમધામ કહેવાય છે જયાં આ સુષ્ટિનો રચનાર અને તેનો રક્ષણહાર પ્રભુ સ્વયં બિરાજે છે ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાનું બળ તમને પહોંચાડી શકે છે....આમ પાસવર્ડનો સદુપયોગ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય તે તમને તમારે જ્યા જવું જરૂરી છે ત્યાં પહોંચાડી શકવાની ક્ષમતા ધરાવે છે.........