#સંબંધ
સંબંધો ની કડી ત્યારે ફિકી પડી જાય છે જ્યારે કોઈ ગેરસમજ થી ઉત્પન્ન થયેલા પ્રશ્નો નાં જવાબ માનવી જાતે જ તૈયાર કરી લે છે ...
આજે આપણે જ આપણા ભાગ્ય નાં નિર્માતા છીએ,જે કામ આપણે માટે નીરમાયું છે એ આપણા ગજા બહાર નથી ..તેને માટે જે કષ્ટ અને પરિશ્રમ કરવા નાં છે તે આપણી સહનશક્તિ ની બહાર નથી , આપણને આપણા પ્રયોજન અને જીત ની અજેય ઇચ્છાશક્તિ પર વિશ્વાસ હશે તો સંબંધ આપણા થી ક્યારેય દૂર નહીં રહી શકે ....
કોઈ નાં દુઃખ માં દયાભાવ રાખી ને...કારણકે વીતી ગયેલી પળ ફરી ક્યારે પાછી આવતી નથી ...માનવી નો જન્મારો મળ્યો છે તો સારા કામ કરી દયાભાવ રાખી એકબીજા ને સહાય રૂપ થતાં રહીએ તો સંબંધો દીપી ઊઠે છે ...