વાતો ના વડા -૩
આ વાતોડિયન દિશા યાદ છે ને ..એની જ વાત કરવા આવી છું. એની વાતો ખાલી વાતો નહીં, વાર્તા હોય. ખાલી ૨૦ જેટલાં અે એની વાતો વાંચી.રસ ના ચટકા લેવા માં બાકી બધા રહી ગયા. પણ હું શું કરું, સરસ રસ પીરસિયે, ને લોકો અે રસ ના લે, તો મારો શું વાંક, હેં ?
સૌ ફ્રેન્ડ્સ ૪ વાગે વાઘ બકરી લાઉન્જ માં ચા પીવા ભેગા થયેલા. વળી એક ના શું ભોગ લાગ્યાં તો એણે ભૂલ થી દિશાને પૂછ્યું, " બપોરે તું શું જમી દિશા ? "
અને એણે ચાલુ કર્યું, " શું વાત કરું યાર.આજે તો સવારે ઊઠી ત્યાર જ સખત આળસ આવતી હતી.( રોજ ની માફક સ્તો...) પછી મેં તો બ્રશ કર્યું, ચા પીધી, ઘર માં પડેલો નાસ્તો કર્યો..."
મેં એમ પૂછ્યું કે બપોરે શું જમી ?
"અરે, અે જ તો કહું છું, સાંભળ ને ..નાસ્તો કરીને પછી આળસ માં હું તો બેસી જ રહી. દસ વાગ્યા ને સાસુ અે પૂછ્યું, શેનું શાક કરીશ ? ત્યારે માંડ પથારીમાં થી ઉભી થઇ, કાર ની ચાવી લીધી એને બજાર માં શાક લેવા નીકળી કારણકે ઘરે શાક જ નહોતું ને. આખું શાક બજાર ફરી વળી, પણ મને એકેય શાક નો મેળ જ ના પડ્યો .
કેમ, બજાર બંદ હતું ?
અરે, બજાર તો ખુલ્લું, પણ યાર એકેય શાક વળી ક્યાં ભાવે એવા જ હોય છે.? રોજ એના અે , એના અે શાક ! શું બનાવવાનું ? કંટાળી ને કાર ના ચાર આંટા થયા , પછી મેં મસ્ત લીલાં વટાણા અને ફ્લાવાર લીધાં કે ચાલો આજે તો મસ્ત ફ્લાવર વટાણા બટાકા નું શાક બનાવીશ.
ઘરે આઇ ને શાક વધાર્યું , અને સાસુ સસરા ને જમવા બેસાડ્યા. તો સાસુ કહે, શાક ના લઈ આવી ? મને તો એમ કે શાક લેવા ગયેલી. તો મને તો બોલ આંચકો લાગી ગ્યો. એટલા તાપ મા હું દોઢ કલાક રખડી ને શાક લાવી ને સાસુમા ને તો બસ વાંક જ કાઢવા છે.
મેં કહ્યું, " હા , મમ્મી, હું લઈ આવી ને. આ ફ્લાવર વટાણા બટાકા નું શાક બનાવ્યું છે ". તો સાસુ કહે , એમાં ફ્લાવર નથી ને વટાણા ય નથી. ખાલી બટાકા જ છે. મેં કહ્યું, ઓહ, એમ ..હા તો કદાચ હું ફ્લાવર ને વટાણા વાત વાત માં નાખવાના ભૂલી ગઈ હોઈશ.
તો દિશા, પછી શું થયું ? એકલી સૂકી ભાજી ખાધી તેં પણ ?
અરે પછી શું થવાનું હતું ? અે લોકો જમીને ઉઠ્યા એટલે હું થાળી લઈને બેઠી. પણ મને થયું કે આવું એકલું બટાકા નું શાક કોણ ખાય ? ભલે મારી ભૂલ થઈ. પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર..અને કામ કરે એની ભૂલ થાય,હેં ! મેં કરેલી ભૂલ નું મારે કઈ આટલું ગિલ્ટ ફીલ કરવાનું જરૂરી નથી.
"એટલે ? "
"એટલે શું, મેં તો થાળી બાજુ માં મૂકી દીધી અને સ્વિગી પર પાસ્તા અને પિત્ઝા ઓર્ડર કરી ને ખાધાં."
અને મેં કહ્યું," હે ભગવાન ! "