નથી હોતું કોઈ કામ નાનું કે મોટું,
બસ આપણી અપેક્ષા જ વધારે હોય છે,
યોગ્ય કામની શોધમાં વ્યક્તિ થતી જાય છે બેરોજગાર,
આપણે દુનિયા સાથે એવા તો ચાલતા શીખી ગયા છીએ કે શોધીએ છીએ આપણે Work From Home,
અને કરતા થઈ ગયા આપણે બધું Online અને Digitalization,
અને ઉભી કરી આપણે માનવકૃત મંદી,
પછી ફરિયાદ કરીએ છીએ મોંઘવારી વધવાની,
જે મળે કામ એ સ્વીકાર્ય નથી આપણને,
અને વળી ફરિયાદ છે કોઈ કામ ન મળવાની,
અને બસ આમ જ વધતી જાય છે બેરોજગારી,
જલ્દી સફળ થવા માટે અપનાવી ટચૂકડા રસ્તાઓ,
દોરાય ગયા ગેરમાર્ગે અને ફરી વધી ગયા છેતરામણના કિસ્સાઓ!
#કામ