#વિચલિત
🍃🍁🍂🍁🍃🍁🍂🍁🍃🍁🍂
વિષય : સન્મુખ
શીર્ષક : હેત ઉતારું
*થાય છે તો મન સતત વિચલિત મારું,*
*ન હોય જો મુખ મારી સન્મુખ તમારું.*
*થાય છે તો મારા દિલમાં ઘોર અંધારું,*
*ન હોય જો મને સાંનિધ્ય એક તમારું.*
*વસંત ખીલે ને થાય હ્યદયે સ્મરણ તમારું,*
*વર્ષા આવે ને જાણે ભિંજાય અંતર મારું.*
*આપને મળવાને મન ઘણું આતુર છે મારું,*
*આપ જો મળવા આવો તો દિલને ઘણું સારું.*
*આંખોને ગમે છે આ જ લટકાળુંં સ્વરૂપ તમારું,*
*શણગાર સજો જો રોજ આવા તો હું ઓવારું.*
*ઉભરાય છે હેત હૈયે હવે તમે સમજો તો ઘણું સારું,*
*આવો તમે જો પાસે તો આપના પર અપરંપાર ઉતારું.*
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"
(ધોળકા - અમદાવાદ)
🍃🍁🍂🍁🍃🍁🍂🍁🍃🍁🍂