આજે તો રમવી છે કલમથી આ ધુળેટી મારે, (2)
આજે લખવા છે પ્રેમ તણા કઈંક રંગ મારે.
આવી છે આજે જો આ શુભઘડી તારા રંગમાં રે, (2)
આજે તો થઈ જ જાય તુજ તણાં સંગમાં રે.
આજે વહી ન જાય આજ જોજે આ રંગમાં રે, (2)
આજે રહી ન જાય કાજ જોજે તુજ સંગમાં રે.
આજે ખુટી ન જાય જોજે સ્યાહી આ રંગમાં રે, (2)
આજે રહી ન જાય ગઝલ કોરી તુજ સંગમાં રે.
આજે રંગવી છે આ ગઝલ મારી તુજ રંગમાં રે, (2)
આજે વહી ન જાય આ રાતડી તુજ સંગમાં રે.
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"