આજ દિપાવલી નો પર્વ છે ને દિનેશ એક ખુરશી ઉદાસ બેઠો છે કારણ કે તેના ઘર અને તેના ભાઇ વિજય ના ઘર વચ્ચે ફક્ત એક દિવાલ હોવા છતાં વિજય ને દિવાળી ની શુભકામના આપવા જઇ નથી શકતો. નાના હતા ત્યારે કેવી મોજ મસ્તી કરતા હતા ત્રણે સાથે મળી. બે ભાઈ પોતે ને ત્રીજો વિનોદ તેમનો લંગોટિયો ભાઇબંધ.
કેમકે બંને ભાઈઓ હવે બોલતા નથી એ પણ જમીન ના એક નાના ટુકડા માટે.
ત્યાં જ મોબાઇલ ની રીંગ વાગી
હલ્લો, હાય વિનોદ કેમ છે? દિવાળી ની શુભકામના
તને પણ દિવાળી ની શુભકામના સામે થી વિનોદ બોલ્યો
એક બિજા ના ખબર અંતર પુછી ને હળવાશ અનુભવતા દિનેશે ફોન કટ કરી દિધો
ખુરશી પર ડોલતાં ડોલતાં દિનેશ વિચારે છે
કયું "અંતર" વધારે એક દિવાલ મુકી ને રહેતા ભાઈ વિજય વચ્ચે કે પછી હજારો માઇલ દૂર રહેતા મિત્ર વિનોદ વચ્ચે?
#અંતર