મલ્હાર :૪
ભાગ :૪
*મા* મનમાં ને મનમાં રહી ગયો ચિત્કાર,ફક્ત *મા* શબ્દ ને *મા*ની છબી ઘૂમવા લાગી.અલપઝલપ જોયેલી એ પિતાના આલબમની છબી કેટલી આબેહૂબ જ સામે ઉભી છે.તેણે વાત બદલી “માએ,આપેલા કાર્ડમાંથી નંબર કાઢી મારે તમને ફોન કરી દેવો જોયતો હતો.ક્ષમા માંગીએ છીએ અમે બન્ને.” તેણી આટલું બોલી પગે લાગવા નમી.વર્ષાદેવીએ તેના બાહુને બે હાથે પકડી ઉભી કરી.ગળે લગાડી સુખી રહોના આશીર્વાદ આપ્યા.તે સ્પર્શની મૃદુતા મલ્હારને શાતા અર્પી ગઈ.શું હતું એ સ્પર્શમાં..? વાત્સલ્ય કે માની મીઠી લાગણીઓ..!
અલંકારે જોયું કે મલ્હાર થોડી ક્ષણો વિચલિત થઈ પણ બાજી સુધારી લીધી.ડાઈનીંગ ટેબલ પાસે લઈ જઈ બન્નેની ઉત્સુકતાનો અંત લાવતા બોલ્યા,”અલંકારબેટા તું ખૂબજ નાનો હતો ત્યારે મે મુંબઈ છોડી દીધું હતું.હું ને તારી માતા અમે બન્ને મુંબઈમાં નાની ચોલમાં મોટા થયા હતા.બાળપણ સાથે વિતાવ્યું હતું.યુવાની પણ સાથે જ
કોલેજ જતા અને એક દિવસ મારા પિતાજી નો ધંધો ખૂબ જ વિકસ્યોને અમે ચોલમાંથી સારા વિસ્તાર એટલે કે
વિલેપારલે માં રહેવા ચાલ્યા ગયા.મારૂ બધુજ બદલાયું પણ સખી અંજુ ન બદલાય.હર હંમેશ અમે બન્ને રજામાં મળતા જ.તારી મમ્મીના લગ્ન લેવાયાને તે સાતસમંદર પાર ચાલી ગઈ.બસ પછી પત્ર વ્યવહાર અમારો સાથી,
તે જમાનામાં ફોનકોલની વ્યવસ્થા નહીંવંત હતી.તેથી પત્ર વ્યવહારની આપલે ચાલી..ને ધીરે ધીરે તે પણ ન બરાબર થઈ.વર્ષો પહેલા તારા માતા પિતા અહીંજ શ્રીનગર માં જ મને મળી ગયા.કમાલ છે તારી મમ્મી મને ક્ષણવારમાં ઓળખી ગઈ.તારા જન્મ પછી તેઓ મુંબઈમાં જ આવી ગયા હતા.ત્યારે હું પણ ગૃહિણી બની ગઈ હતી.સંજોગો વર્ષાત મારા પતિ મને મૂકીને જલ્દી ચાલ્યા ગયા ને હું અહીં એક કામ માટે આવી હતી ,અહીંનું સૌદર્ય મારા મનને સ્પર્શીગયું અને હું શ્રીનગરવાસી બની ગઈ.”