તું આવશે તો ખરી ને
મારી સાથે બસ એક કપ ચા પીવા માટે
ચા પીતા પીતા મારી દરેક વાતો નો જવાબ તારી મુસ્કુરાહટ માં તો આપશે ને
હા પણ જ્યારે તું મુસ્કુરાય ને ત્યારે હું ચા ન ઈ પીવું કેમકે ચા પીતા પીતા તારી મુસ્કુરાહટ જોવા નો મોકો હું ખોઈ ના બેસુ.
ચા પીતાં પીતાં મારે છે ને તને ઘણુ બધુ કેવું છે ..
તારી સાથે ઘણી બધી વાતો કરવી છે ...
તને એ બધું જ કેવું છે જે આજ સુધી મેં કોઈ ને કહ્યું નથી.
આ જે વર્ષો થી મારી લાગણી ઓ દિલ ના એક ખૂણા માં જે સાચવી ને રાખી છે ને એ તારી સાથે વેચવા માંગુ છું
મારે તને કેવુ છે કે તારી મુસ્કુરાહટ નાના બાળક જેવી છે .
એકદમ નાદાની જેવી
જેને દુનિયા ની કોઈ જ પણ જાત ની પરવા નથી બસ પોતાની જ મસ્તી માં મસગુલ
તે મને અંદર થી કેટલી ખુશી આપે છે એ ખાલી મને પોતાને જ ખબર છે
તું જ્યારે મુસ્કુરાય ને તો મારા પૂરા શરીર મા એક લાગણી ના ફુવારા ફૂટવા લાગે છે
તને જોઈ ને દીલ ને એક અજાણી શાંતિ નો એક અહેસાસ થાય છે
જેમ સુખા રણ માં કોઈ તરશયા ને પાણી જોઈ ને જેટલી ખુશી થાય ને એનાથી પણ વધારે ખુશી મને તારી મુસ્કુરાહટ જોઈ ને થાય છે
હું છે ને તને ચા ની સાથે એક કપ કોફી પણ પીવડાવીશ
કેમકે મારું એવું માનવું છે કે ચા અને કોફી એક બીજા સાથે જોડાયેલા
જેમ આપડે કોઈ ને પુછીયે ને કે શું લેશો ચાઈ અને એ જો ના તો આપડો બીજો સવાલ તૈયાર જ હોય કે તો શું કોફી...
ધેટ' મીન કી ચા એંડ કોફી એક બીજા સાથે જોડાયેલા છે.... .
જેમ ચાંદ એ સિતારા સાથે
જેમ ફુલ તો એની સુંગંધ સાથે
જેમ ઊગતા સૂરજ ની કિરણ ધરતી સાથે
જેમ મોર નો ટહુકતો અવાજ એ વરસાદ જોડાયેલું રે છે
તો શું હું તારી સાથે આમ ના જોડાઈ શકુ
કોઈ તારું નામ લે અને તારા નામ ની અંત માં જે ખામોશી હોય એ મારા નામ થી ના તૂટી
શકે
જે ખાલી તને મહેસુસ થાય
હું તારી સાથે જોડાવા માંગુ છું
તારામાં હું જોડાવા માંગુ છું
મારા મા હું તને જોડવા માંગુ છું
તારી પાસે નહીં બસ સદાય તારી યાદો માં જીવવા માંગું છું
તારા વિના તારી સાથે રેહવા માંગુ છું
જ્યારે જ્યારે તને કોઈ પોતાના નામ થી બોલાવે અને એ નામ માં પણ હું જોડાયેલો રેહવા માંગુ છું
તારી જીંદગી માં નહીં પણ તારી યાદો માં રેહવા માંગું છું
તને પાસે નહીં પણ તને તારા ખ્વાબો માં જોવા માંગુ છું
બસ આટલી જ છે આશા મારી
અને એટલી જ છે ઈચ્છા મારી
મને ખબર છે કે તારો અને મારો કોઈ મેળ નથી
આ જીંદગી છે કોઇ ઢીંગલા ઢીંગલી નો ખેલ નથી
હા જો આ બધુ સાંભળ્યા પછી.
આપડી મુલાકાત પછી પણ જીંદગી માં
ક્યારેક તને મારી યાદ આવે ને તો એ યાદ ને પાસે બોલાવી ને પ્રેમથી થી ખાલી એટલું કેજે કે યાદ તું તો ખાલી Mj ની છે
જા તારા વગર એ એકલો થઈ જશે
એને ક્યારેય એકલો ના મુકીસ જા યાદ તું એની પાસે જા