આજ મહિલા દિવસ પર પતિઓની ખટ્ટી મીઠી વાતો આ રમૂજી રચનામા...😀😁😂🤣😃😄😅😆🤔
ઘોડે ચડેલા વર રાજાને લોકો કેવા જૂવે;
વરસો પછી એ વરરાજા કપડા કેવા ધૂવે.
વાતે વાતે ચીડાઈ જાતી એ પતિની સામે;
એના ગુસ્સા સામે પતિ બાપડો થઈને જીવે.
કચરાપોતા, ઠામ ધોઇ નવરા કદી ન રાખ્યા;
ઝેરના પ્યાલા પતિઓ બીચારા ઘૂંટે ઘૂટે પીવે.
ઘેરે ઘેરે છે દમયંતી પણ નળ બીચારા દુ:ખી;
ઘરના કરી કામો પતિઓ ખાધા વિના સૂવે.
પરણીને પછતાયો મળ્યું બયરુ માથાભારે;
ઘરના ખૂણે બેસી બીચારો ધ્રુસકે ધ્રુસકે રોવે.
#સાથી