મારી પતંગ તો ઉંચેરા આસમાનને આંબે છે,
તેની હરણફાળ જોઈ નભના પતંગો ભાગે છે.
ચીક્કી ખાતો જાયને સડસડ શેડાં કાઢતો જાય,
આકાશમાં પતંગો ઉડતા જોઈ ઉમંગો જાગે છે.
ઉત્તરાયણના તહેવારની કેટલી'યે તૈયારી કરશે,
પતંગ ચગાવીને પેચ લડાવવાના તરંગો ચઞે છે.
હાથોહાથ કાપેલી પતંગ સાથીનો સાથ શોધે છે,
સ્તબ્ધ શૂન્યાવકાશ ઉજાસના આવેગો માગે છે.
જુની ચીલ પતંગનો ઢઢ્ઢો સાવ ઢીલો થઈ ગયો છે,
તેને ટીચકાં મારતા તે સીમાની રાં'ગો ઓળંગે છે.
#પતંગ