એવી કોઈ સ્વતંત્રતા નથી હોતી,
જેમાં મારામાં વસતી તારી હસ્તી નથી હોતી.
હજુ પણ શરૂ થાય મારો દિવસ તારી યાદથી,
ને રાત તને ભૂલવાની કોશિશમાં કપાતી નથી હોતી.
ભલે ને બેઠી ભર વસંતમાં પણ પાનખર,
તોય યાદોની દિલમાં કદીએ ઉણપ વર્તાતી નથી હોતી.
સતત વહ્યા કરે છે આંખો દરિયો બનીને,
કારણ એમાં હેતની શીલા થીજવા દેવાતી નથી હોતી.
વીતી જશે આમ જ જિંદગી હવે તો,
એમ આપણા કહે એ કંઈ અટકાતી નથી હોતી.
©શેફાલી શાહ
#સ્વતંત્રતા