Gujarati Quote in Poem by Naresh Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક વાંચેલી આ રચના શેર કર્યા વિના રહી શકાયું નહિ...
🌹 રાધે....રાધે...🌹

ગોકુળથી સંદેશો આવ્યાનું જાણીને,
મોરપીચ્છે ખોંખારા ખાધા,
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે,
નક્કી,આ નવરીધૂપ રાધા.

ગુલ્લાબી કાગળમાં ઝાંકીને જોયું,
તો બીડ્યો’તો મૂંગો સન્નાટો..
પટરાણી બોલ્યાં કે ગર્વીલી રાધાને,
લઇ ગઇ છે હુશિયારી આંટો..

અઘરી આ ભાષાના જાણતલ શોધો,
કે,આપણે તો ભાષાના વાંધા.
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે,
અઘરી આ નવરીધૂપ રાધા.

માથું ધૂણાવીને ઓધવ વિચારે કે,
હું યે છું ને, મૂરખનો જામ,
કાનાને સોંપી દઉં એની અમાનત,
શું કામ, રખડાવું ઠેરઠેર આમ !

મૂછોમાં મલક્યા કે કોરાકટ કાગળનો,
શું રે જવાબ દઇશ, માધા?
મોઢું મચકોડીને વાંસલડી બોલી,
જા..લેતી જા નવરીધૂપ રાધા.

હૈયે અડાડીને , રોકીને શ્વાસ પછી,
કાનાએ કાગળને ખોલ્યો,
આ બાજુ આંખે ન પૂછ્યો સવાલ,
અને એ બાજુ કાગળ ન બોલ્યો.

આંખો લૂછીને હરિ હળવેથી બોલ્યા કે,
મારે તો રડવાની બાધા.
મોઢું મચકોડીને વાંસલડી બોલી કે,
નકટી આ નવરીધૂપ રાધા..

????

Gujarati Poem by Naresh Gajjar : 111350670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now