Gujarati Quote in Thought by ______

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું ....તને મઝા પડશે👌

કોઈ એક દિવસ
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ....
સાચ્ચું કહું મઝા પડશે 👌

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે ....
સાચું કહું મઝા પડશે👌

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે ....
સાચું કહું મઝા પડશે 👌


નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપણ જડશે .....
સાચું કહું મઝા પડશે 👌

પહેલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે ....
સાચું કહું મઝા પડશે 👌

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું .......
મઝા પડશે !!👌
😊😊😊😊
-Agyat

Gujarati Thought by ______ : 111349889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now