Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Tips From Mahabharat

અધુરું જ્ઞાન ક્યારેક તમારી માટે પણ ખતરનાક બની શકે છે, કંઈ રીતે જાણો

બધા જાણે છે કે કોઈપણ કામમાં સફળતા માટે જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ પોતાના કામ સાથે જોડાયેલ જો સંપૂર્ણ જ્ઞાન નહોય તો તે જ્ઞાન ખતરનાક હોઈ શકે છે. 'સંપૂર્ણ જ્ઞાન ન હોવું અર્થાત્ અધુરું જ્ઞાન'. જો આપણે કોઈ મહત્વપૂર્ણ કામની શરૂઆત કરવાની હોય તો પહેલા તેને લગતું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, નહીંતર સફળતા નહીં મળે. પણ નુકસાન થઈ શકે છે. અહીં જાણો એક પ્રસંગ, જેનાથી એ સમજી શકાય છે કે અધુરુ જ્ઞાન કેટલું ઘાતક સાબિત થઈ શકે છે.

જ્યારે અશ્વત્થામાએ ચલાવ્યું હતું બ્રહ્માસ્ત્રઃ-

આ જોઈ વેદવ્યાસ વચ્ચે પડ્યા અને તેમને બંને બ્રહ્માસ્ત્રોને રોકી લીધા. અર્જુન અને અશ્વત્થામા બંનેને તેમને ખૂબ જ સમાજાવ્યા. બંનેએ પોત-પોતાના અસ્ત્ર પાછા લેવાનું કહ્યું, અર્જુને વ્યાસજીનો આદેશ માનીને તરત જ પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું લઈ લીધું પરંતુ અશ્વત્થામાએ એમ ન કહ્યું. વેદવ્યાસે જ્યારે તેમને પૂછ્યું કે તે તારું અસ્ત્ર શા માટે પાછું નખી ખેંચ્યું, તો તેને જવાબ આપ્યો કે મને બ્રહ્માસ્ત્ર પાછું બોલાવવાની વિદ્યાની જાણકારી નથી.

વેદ વ્યાસ ખૂબ જ ક્રોધિત થયા અને કહ્યું કે તે જે વિદ્યાનું પૂરું જ્ઞાન ન હોય તેનો ઉપયોગ જ શા માટે કહ્યો. આ તો આખી સૃષ્ટિ માટે ખતરો છે. એમ કહીને તેમને શ્રાપ પણ આપ્યો.

આ પ્રસંગ બતાવે છે કે વિદ્યા કોઈપણ હોય, આપણે તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈે. જો આપણે વિદ્યા પ્રાપ્ત કરવામાં થોડી પણ ચૂક કરતા હોઈએ તો આપણે તેના ઘાતક પરિણામ ભોગવવા પડે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now