સમય કાઢીને જરૂર વાંચજો.
બેટા કઇ વિચાર માં લાગે છે ?
આ પ્રશ્ન એક પાડોશીના ઘેર નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દિકરીને બાજુવાળા કાકી કરે છે.
કાકી : કેમ ચુપચાપ બેઠી છે કઇ તકલીફ હોય તો કહે,
તુ મારી દીકરી જેવી છે હૂ કોઇને નહિ કહીશ.
દિકરી : મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ કાકી.
કાકી : કેમ નથી ગમતુ. પ્રેમનો ઉભરો બેસી ગયો.
દિકરી : ના કાકી પ્રેમનો મતલબ સમજાઈ ગયો.
કાકી : કઇ સમજણ ના પડી.
દિકરી : આજે અમારે મેરેજ કરે બે વર્ષ પુરા થવા આવ્યા.
મે મારા પપ્પા, મમ્મી, ભાઇ, ભાભી, કાકા, કાકી, દાદા, દાદીને વિશ્વાસઘાત કરી ,મે આ પ્રેમને અપનાવ્યો.આજે મારી ભુલનુ હુ પ્રાયશ્ચિત કરવા માગુ તો પણ કરી ના શકુ.
કાકી : કેમ હવે ખબર પડી ?
દિકરી : હા કાકી મને આજે ખબર પડી કે મે આ પ્રેમ માટે
કેવડુ મોટુ બલિદાન આપ્યુ. એક દિવસ હતો મને શરદી
થાય તો મારુ પરીવાર આખુ આખી રાત જાગે, અને આજે
મને બે દિવસ થી તાવ આવે છે ,કોઈ પુછવા વાળુ નથી,
એક દિવસ હતો મારે સો રૂપિયા માગુ હજાર મળતા,
આજે સો માગુ પચાસ પણ નથી મળતા.
કાકી : બેટા એ તો તારે લગ્ન કરવા પહેલા વિચાર કરવો
હતો .હવે શુ ફાયદો !
દિકરી : હા કાકી પણ આજે મને મારા પરિવારની બહુ યાદ આવે છે. મારા પપ્પા રોજ મારા માટે કઇ ને કઈ લાવતા
તે પપ્પા સાથે મે વિશ્વાસઘાત કર્યો. તેમની વીસ વર્ષની
પરવરિશના બદલામાં મે તેમની બાકીની જીંદગી નરક
બનાવી દીધી. તે મને કહેતા તુ મારો કલેજાનો ટુકડો છે,
પણ મે તેમને બદનામી સિવાય કઇ ના આપ્યુ. આજે પણ મને યાદ છે મારા પપ્પા, મમ્મી કહેતા મારી લાડકીને ધામધુમથી લગ્ન કરવા,તેમના સપના ને મે ચકનાચુર કરી નાખ્યા.
મારી મમ્મી તો મારા માટે તૈયારી પણ શરુ કરી દિધી હતી. કરીયાવરથી દાગીના પણ ઘરમાં આવી ગયા હતા. મારા ભાઇએ તો મારા માટે પોતાના ખર્ચામાં કાપ મુકી,
મારા લગ્ન માટે બચત કરવા લાગ્યા હતા. કેટલુ મારા માટે
મારુ પરીવાર વિચારતુ હતુ, અને હુ તેમનો વિચાર કર્યો વગર એક છ મહિના ના પ્રેમને અંધ બની પસંદ કરી બેઠી.
કાકી : હવે બેટા, અફસોસ કરવાથી શુ ફાયદો. જે થવાનુ હતુ તે થઇ ગયું, પણ બેટા એક વાત હુ ના સમજી તે આ છોકરામાં તેં શું જોયુ ?
દિકરી : કાકી મને ફસાવામાં આવી છે. મારી એક બહેનપણી હતી. તે રોજ નવા નવા કપડા રોજ નવી નવી ગાડીઓમાં ફરતી. એક દિવસ તે મને તેના સાથે ફરવા લઈ ગઈ અમે આખો દિવસ ફર્યા. મને આ નવો અનુભવ ગમવા લાગ્યો અને મે પણ મારી બહેનપણીના બોયફ્રેન્ડને
મારી તરફ વાળી લીધો. અમે એકબીજાને પ્રેમ કરવા
લાગ્યા. એક દિવસ તેણે લગ્ન નો પ્રસ્તાવ મુકયો અને મેં તેને ના પાડી. તે કહેવા લાગ્યો, મને તારી બહેનપણી લગ્ન કરવા તૈયાર હતી પણ મને ખબર પડી કે તેને તો મારા જેવા બીજા ઘણા બોયફ્રેન્ડ છે. તે મારા લાયક નથી હુ સાચા પ્રેમ કરવાવાળીને શોધતો હતો,અને તું મળી ગઈ .ખરેખર
તારા જેવી પત્ની મળવી, એ નસીબની વાત છે. તુ નહિ મળે તો હુ આત્મહત્યા કરીશ તેવી રીતે ઇમોશનલ
બ્લેકમેલ કરી મને લગ્ન માટે રાજી કરી. હુ નાદાન તેની ચાલમાં ફસાઈ ગઇ ને એક દિવસ અમે કોર્ટ મેરેજ કરી નાખ્યા.
તેના કહેવા પ્રમાણે મારે આ બાબતે કોઈ ને ચાર-પાંચ મહિના જાણ કરવાની ના પાડી હતી ,અને અમે છ મહિના પછી ઘર છોડીને ભાગી ગયા, આજે જ્યારે આની અસલિયત મારી સામે આવી પણ હવે મારાથી કઇ થઈ શકે તેમ નથી.
કાકી : તારા પપ્પાનો ફોન નંબર આપ હુ સમજાવીશ.
દિકરી : કાકી મારા પપ્પાને મે બહુ દુઃખ આપ્યુ. હવે તે મને
ભુલી ચુક્યા છે. હુ ફરી તેમને દુઃખ આપી શકુ તેમ નથી.
કાકી : બેટા એક વાત કહુ, બાપ ક્યારેય પોતાના સંતાનોને ભુલતો નથી એને ખબર પડશે કે મારી દિકરી દુખી છે ,આખી દુનિયાને છોડી તારા દુઃખ દૂર કરવા માટે તૈયાર થઈ જશે.
દિકરી : કાકી કઇ પણ કરો મને મદદ કરો.
એક દિવસ તેની સામે તેના પપ્પા ને ભાઇને જોઈ અવાક થઈ જાય છે, અને તે જ પળે પોતાનુ માથુ પોતાના પપ્પાના ખભે મુકી બહુ રડે છે, અને તેજ પળે પિતા, પોતાની દિકરીને લઇ પોતાના ઘેર આવી જાય છે, અને તેની દિકરીના સુખ માટે શું કરવુ તેના માટે કામે લાગી જાય છે.
લિ. એક જવાબ દાર વ્યક્તિ............. વાંચી ને આગળ મોકલજો. દરેક દિકરીને સમજવાની જરૂર છે.
જો તમે પણ દિકરી ના પિતા હોય તો આ કહાની ને તમે તમારા ગ્રુપમાં જરુર શેર કરવા વિનંતી છે. જેના કારણે એક દીકરીની જીંદગી બગડે એ પહેલાં સુધારી શકાય.