મારું,તમારું, આપણું આ અમદાવાદ,
સ્વપ્નાઓ નું છે શહેર આ અમદાવાદ.
કુત્તા પર સસલા નું છે રાજ એ આ અમદાવાદ,
અહેમદશાહનું નજરાણું છે એ આ અમદાવાદ.
માં મહાકાળીના સદા આશીર્વાદ છે એ જ આ અમદાવાદ,
માં લક્ષ્મીનો આજેપણ જ્યાં વાસ છે એ જ આ અમદાવાદ.
ખાણીપીણીનું અહીં છે ગલીએ ગલીઓમાં એક નામ આ અમદાવાદ,
હરવા-ફરવાના અહીં છે હરએક શેરીએ સ્થાન એ આ અમદાવાદ.
દિવસે નથી એટલું રાત્રે ને રાત્રે નથી એવું દિવસે શોભતું એ આ અમદાવાદ,
રાત્રે જાગતું ને દિવસે મોજથી મ્હાલતું એ જ છે આ અમદાવાદ.
બાળક, યુવાન અને વૃદ્ધ સહુને આકર્ષતું એ આ અમદાવાદ,
રંક હોય કે રાજા સહુને અંજાવતું એ આ અમદાવાદ.
ઐતિહાસીકતાઓ થી ખચોખચ ભરપૂર છે આ અમદાવાદ.
ગોરવવંતા ખમીર ગુજરાતનું છે હ્યદય આ અમદાવાદ.
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"