ગુરુ ! મારા સતની વેલડીએ
✍🏻 લિરલબાઈ
🚩🚩🚩🚩🚩🚩🚩
ગુરુ ! મારા સતની વેલડીએ રે
એવા રૂડા દત્ત ફળ લાગ્યા રે હાં
ગુરુ...
બીજ વરતી બીજ વાવ્યા,વાવ્યા છે વિશ્વાસ આણી
કરણીના તો ક્યારા બાંધ્યા પ્રેમ હુંદા પાણી
ગુરુ...
ઊગી છે જો અમર વેલી,એની પાડું તો પિયાળે મેલી
ફાલી ફૂલી ઇ તો રૂદા કમળમાં,નિજીયા ધર્મની વેલી
ગુરુ...
ભાયલા સે ભાવ જાગે તયે વેલડીએ રૂડાં ફળ લાગે
હોંશે હોંશે હુઈ મળે તો અમરાપરમાં માલે
ગુરુ....
પરથમ ભગતી પ્રહલાદે કીધી,રાજા હરિસચંદ્ર તારાદે રાણી
પાંચ પાંડવ દ્રૌપદી એવી બલી ઘેર ઓળખાણી
ગુરુ....
ભાયલા સે ભાવ રાખો,ડાળું મેલી રૂડા ફળ ચાખો
બોલ્યા લિરલબાઈ અમને સંતચરણું માં રાખો
ગુરુ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻