હંસલો મોતીડાં ચણે
✍🏻 ત્રિકમસાહેબ
🍁🍁🍁🍁🍁🍁🍁
મોતીડાં ચણે રે હંસલો મોતીડાં ચણે રે
સુખ રે સાગરમાં હંસલો મોતીડાં ચણે
અમુલખ મોતી મારે હુવા અજવાળા રે
ઝવેરી મળે તો એને મુલ રે કરે
સુખ રે...
ખરીદી કરે રે એને ખોટ ન આવે રે
શુરા રે હોય ઇ તો વણઝુ કરે રે
સુખ રે...
ઇ રે મોતી માં ચૌફલોક સમાંણા રે
બ્રહ્મા વિષ્ણુ ને શિવજી એના જતન કરે
સુખ રે...
કહે રે ત્રિકમસાહેબ ખીમને પ્રતાપે રે
મરજીવા હોય ઇ તો મુલ રે કરે
સુખ રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻