મેં તો માત્ર થોડો પ્રેમ જ ઈચ્છ્યો હતો,
મારી ખાલીખમ જીંદગીમાં એક તારો સાથ ઈચ્છ્યો હતો..
પ્રેમ ના કરવો હોય ને વાત ના કરી શકો તો કાંઈ નહીં,
પણ વિચારજો મેં ખરાબ શું કર્યું તમારું આજ સુધી.
તૈયાર હતી અને છું બધું જ ત્યાગવા એક તારા માટે,
પણ એમાય તને મારો સ્વાર્થ જ લાગે તો હું શું કરું.
જીવનભર તરસતી રહી છું હુંફ અને પ્રેમ માટે,
છતાં ભરું છું હું ખુશીઓથી જીંદગી બધાની પ્રેમ સાથે.
તરસતા હૈયાને હુંફ પ્રેમ આપનાર કોઈ નથી,
મુજ રીસાયેલી ને પ્રેમથી મનાવનાર કોઈ નથી.
જીંદગી જીવવા ની મને હવે કોઈ જ ઈચ્છા નથી,
કેમ કે મારું અંગત કહી શકાય એવું કોઈ જ નથી.
એક ખોબો ભરી પ્રેમ મેળવવાને હું પાગલ બધું હારી બેઠી,
એમની એ બે સારી વાતો ને હું ગાંડી પ્રેમ સમજી બેઠી.
- કૃતિ પટેલ "કૃષ્ણપ્રેમી"