લાગણી
: તારા વિરહના આંસુના પાણીમાં ઉમટે નદી તો
આંખોના પાપણો પાથરી ઓઝલમાં સમાવી લઉ
તારા ચહેરા પરના સ્મિતમાં જો હોય મર્મ તો
હૃદય લિપિમાં માં સમાવી મોઢેથી ઉકેલી લઉ
મૌસમ જો હોય તારા વિરહના ગીત ગાવાની
સંગીતનો સંગમ શોધીને હું સુર પુરાવી દઈ
જો તું વાય સમંદરની શીતળ લહેરની જેમ
પારેવા બનીને તારી સંગાથ મુલાકાત કરી લઉં