કૃષ્ણ તમે....
કૃષ્ણ તમે રાધાની વેદના થઈ,
કાજળ ઘેરી આંખોમાં,
પ્રેમનાં આંસું થઈ વરસ્યા.
મીરાનાં ગિરધર થઈ,
ઝેરનાં પ્યાલામાં ,
અમૃત થઈ નીતર્યા.
રાસ રચાવી વૃન્દા તે વનમાં,
વાંસળીનાં સૂરો રેલાવી,
ગોપીોઓનાં હ્રદયે વસ્યાં.
ગાયો ચરાવી ગોકુળમાં ને,
નદીઓ વહાવી માખણની,
જશોદાનાં જાયા થઈ જચ્યાં.
મૈત્રીની મિશાલ ધરી,
સુદામાંનાં તાંદુલમાં ને,
દ્વારકાધીશ થઈ દીપ્યા.
શાંતિની સૌગાદ ધરી હસ્તિનાપુરમાં,
મેવા ઠુકરાવી દુર્યોધનનાં ને,
ભાજી વિદૂરની લઈ જંપ્યાં.
એક-એક આપત્તિ અન્યની વહોરી ને,
બેઠા નહીં કયાંય ઠરી ઠામ,
દ્રૌપદીની સૂણી આર્તવાણી ને,
નારીની લજજા થઈ નીપજયાં.
કર્મ ને ધર્મ નો મર્મ સમજાવી ,ગીતામાં-,
શંખ ફૂંકી જીવનનાં જંગનો ને,
અર્જુનનાં સારથિ થઈ સંચર્યા.
વેદો વન્દે છે જેને અહોર્નિશ,
ગીતા-તે પુરુષોત્તમ તમે,
ભારતની ભૂમિ પર ,
માનવ બની અવતર્યાં.
-ગીતા-