દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું,
હ્દય નાં ધબકાર ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું.
લોહી ની ગતિ માપી રહ્યો છું, ધીમે ધીમે માપી રહ્યો છું .
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું,
પગલા પાડી ને ચાલી રહ્યો છું, ધીમે ધીમે ચાલી રહ્યો છું.
રસ્તા નું માપ માપી રહ્યો છું, ધીમે ધીમે માપી રહ્યો છું.
દૂર ના દ્રશ્ય જોઈ રહ્યો છું, ધીમે ધીમે તેને માણી રહ્યો છું.
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું,
વિકસેલા સંબધો ને જાણી રહ્યો છું , ધીમેં ધીમે પિછાણી રહ્યો છું.
વર્ષો થી સાથે રહેલા ને સમજી રહ્યો છું, તેઓ ને ધીમેં ધીમે સમજી રહ્યો છું.
નવાં સંબધો ને સાચવી રહ્યો છું, ધીમે ધીમે સંભાળી રહ્યો છું.
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું.
કરેલા કાર્યો ને ગણી રહ્યો છું, ધીમી ધારે લખી રહ્યો છું.
વર્તમાન કાર્યો ને સમજી રહ્યો છું, ધીરે ધીરે કરી રહ્યો છું.
ભવિષ્ય ના કામ ને લખી રહ્યો છું, વિચારી વિચારી ને નક્કી કરી રહ્યો છું.
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું.
ઘણા મિત્રો ને જોઈ રહ્યો છું, ધીમે ધીમે મિત્રતા નિભાવી રહ્યો છું.
કાલ ના મિત્રો આજે કેમ નથી તે સમજવા ની કોશિશ કરી રહ્યો છું.
તે મિત્ર છે કે દુશ્મન, સમજી ને વિચારી રહ્યો છું.
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું.
ના સમજ ને સમજાવી રહ્યો છું, ધીમે ધીમે સમજાવી રહ્યો છું.
સમજે તો ઠીક નહીતર, મારી જાત ને સમજાવી રહ્યો છું.
કરી ને ‘કોશિશ’ ઘણી, દુર ને નજીક લાવી રહ્યો છું.
દરેક શ્વાસ ને ગણી રહ્યો છું, ધીમે ધીમે ગણી રહ્યો છું.
-કોશિશ’ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦