સ્વીકારી છે મેં તો જોડી રાધા-શ્યામની,
ગાલ કસુંબી, ભાલે બિંદી તારા નામની,
હળવું એક ''ચુંબન'', લલાટે ખર્યો તારલો,
લાલિમા એ અધરોની, જાણે સથવારો સાંજનો.
ઢાળ્યા છે નયન, તારાં શ્વાસના આવકારમાં,Nidhi
આતમથી એક, એવા આપણાં શણગારમાં.
જોઈએ મને બસ એટલું, ફક્ત તારી હયાતી જેટલું,
મળે જો હવે કાહ્ન, રાધા માંગે બીજું કેટલું ???