દીકરી,
મારા જિવન ઉધાનનું પતંગીયું,
મારા જિવન સંગીતની સિતાર,
મારા કુંટુંબ માળાની કોયલ,
મારા સ્વપનાઓની આંખ,
એની બાનો તો જિવતરનો શ્વાસ,
અમારા હૈયાની ઉલકત,
અમારા જિવનનો ઉત્સવ,,
અરેરે! અલ્યા રિધ્ધ સિધ્ધના દાતા,
તુંને શી પડી ખોટ?
કે ડૂબાડી ને લઈ ગયો ભેળી સ્વરગ કોર,
રે રે મારી દીકરી,
હવે આ આંબાં વાડીયું,નાળીયેરીના બગીચા,
જાણે જિવતરની મોલાત વચ્ચે ઊભો હું એક ચાડીયો,
સુની આ સડકુ ને સુની પડી સીમ,
ઝાકળ ભીંનાં આ નેવાં રુંએ ને,
આ ભૂરી ને ભગરીની આંખ્યું અનરાધાર,
વાસીદું કરતી ધન છે તારી મા ને,
કરતી હળવો પોકાર,
મારીય હતી એ આત્મ ને પારણ,
પણ હવે આ અઘલાનો કરો વચાર,
મેલી એને નિહારે ને તમ જાવ ખેતરે,
પૂરો કરો જિવતરનો ભેખ,
ઊના નિસ્વાસે ને કંપતા હાથે,
મારી મે હોંડાનીં કીક,
લ્યો ચાલુ થઈ જિવનની રીત,
પણ દીકરી, હૈયાંની હરએક ધડકને,
ફુટે છે એક નવી લોહીયાલ ટીશ,
બસ આજ બચી છે આયખું પૂરુ કરવાની રીત.