જ્યારે કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરે ત્યારે તેમના વાણી, વર્તન અને વ્યવહાર મા એની અસર દેખાય આવતી હોય છે. તે તમારા માટે કંઈક કરવા આતુર હોય છે. તેઓ અન્તસ્ફુરણાથી તમારા માટે કંઈક કરવા તૈયાર હોય છે, તેઓ હંમેશા એવું વિચારતા હોય છે એવું તો હું શું કરું કે જેનાથી મારી પ્રિય વ્યક્તિ ખુશ થાય. અમુક નિર્ણયો બુદ્ધિને તાળું મારીને દિલ થી લેવા જોઈએ કારણકે બુદ્ધિ નો મનગમતો વિષય "ગણિત" છે જ્યારે પ્રેમ નો મનગમતો વિષય "સમજ". પ્રેમ એક અદભુત અને અલોકિક લાગણી છે, હિસાબ કોણ કરે વ્હાલા ઉપરવાળો પ્રેમની લ્હાણી કરતી વખતે બેહિસાબ આપે છે તો આપણે તો સામાન્ય માણસ છીએ. તો ચાલો "ગમતાનો કરીયે ગુલ્લાલ" તમારા મંતવ્યો અને સૂચનો આવકાર્ય છે. અલ્પેશ વાઘેલા