નથી કોઈ સુખની ચોક્ક્સ વ્યાખ્યા,
જેમ બદલાય દેશ અને બદલાય ભાષા
એમ વ્યક્તિથી વ્યક્તિ અલગ એની પરિભાષા,
ઘણા છે સુખી નામના મેળવી
તો કોઈ આરોગ્ય માંગતું વળી,
કોઈને મન સંતોષ એજ સુખ
તો વળી કોઈને હજુ મેળવવાની ભૂખ,
કોઈને ચાર દીવાલમાં મળી ખુશી
તો કોઈ ખુશ પ્રકૃતિને ખોળે વળી,
મહેલમાં છવાયેલી રહે ઉદાસીનતા
તો વળી ઝૂંપડીમાં જોયા ચહેરા હસતા,
કોઈ નાની નાની પળમાં થતુ ખુશ
તો કોઈ મોટી ખુશીમાં પણ ઉદાસ,
રહીયે ખુશ નાની નાની પળોને માણી
કર્યા વગર એકબીજા સાથે સરખામણી,
આમ અલગ અલગ એની વ્યાખ્યા
નથી કોઈ સુખની ચોક્કસ વ્યાખ્યા.
✍️ મોહિની