ગુચવાડા
દોરી ના ગુચવાડા જેવી રીતે ગુચવાયા તેમ
સંબંધો ના ગુચવાડા પણ ગુચાઈ ગયાં
ખરાબ દોરી વાળી પતંગો જેવી રીતે કપાઈ ગઈ
સંબંધો પણ ખરાબ આશયવાળા કપાઈ ગયાં
સારી દોરી અને પતંગ નો જેમ સાથ રહ્યો તેમ
વિશ્ર્વાસવાળા સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે
એકબીજા ની કાપા કાપ ની ભાવના ને ભૂલીને
સંબંધો ની સાચી ભાવના સમજી ને ટકાવી રાખજો
દોરી તૂટી જાય તો ગાંઠ મારીને જોડી રખાય તેમ
સંબંધો માં પણ કાંઈ પણ ગાંઠ ન પડે તે ધ્યાન રાખવું
દોરી ના ગુચવાડા શાંતિ થી ઉકેલો તો ઉકલી જાય
તેમ ગુચવાયલા સંબંધો ટકાવી રાખવા ધીરજ રાખવી