Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગઝલ - "પતંગ ની વ્યથા"*

*માણસો કેવું સતાવે છે મને?*
*હાથ પગ બાંધી નચાવે છે મને...*

*દોર દૈ છૂટો ચગાવે છે મને ...*
*બાદ આપસમાં લડાવે છે મને...*

*મોકળું આકાશ આપી બે ઘડી,*
*લોકની વચ્ચે લુંટાવે છે મને...*

*પૂંછડી બાંધી કરે છે મશ્કરી,*
*પાત્ર હાંસીનું બનાવે છે મને...*

*વીજળીના થાંભલે કાં ઝાંખરે,*
*લોક શૂળીએ ચડાવે છે મને...*

*હોય જાણે સાસરું આકાશમાં,*
*એમ ધાબેથી વળાવે છે મને...*

*દોરથી દોરાઉં છું લાચાર થૈ,*
*માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને...*

🍁HAPPY UTTARAYAN..
BeeKey Patel family..ki aurse.... Jay shree Krishna....

Gujarati Whatsapp-Status by Umakant : 111323906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now