*જિંદગી ની સફર ને હું*
*હસતા હસતા કાપતી ગઈ....*
*રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,*
*તેને વિણતી ગઈ....*
*મુરઝાયા પછી પણ*
*મારી સુવાસ ની ચર્ચા છે અહીં....*
*વસંત તો શું, હું તો*
*પાનખર માં પણ ખીલતી ગઈ....*
*ઉંચાઈએ રહેવાનો મને*
*મોહ જરા પણ નથી .....*
*સમય સાથે સમજાયું*
*નથી મળતી ખુશીઓ જ હમેશા.....*
*ખુશ રહેવા દુઃખ ને પણ*
*હસીને માણતા શીખતી ગઈ....*
*આ મુસ્કાન જોઈ એમ ન માનતા*
*કે રડી નથી હું ક્યારેય.....*
*પણ આંસુઓની શ્યાહી બનાવી*
*શબ્દોમાં વ્યથા લખતી ગઈ.....*
*કોશિશ તો કેટલીયે કરી હશે*
*જિંદગીએ મને રડાવવાની.....*
*પણ સવાલ વટનો હતો,*
*હું હમેશા હસી ને જીવતી* *ગઈ ......*
*પણ હવે સમજાયું જિંદગી તો સારીજ છે*
*હવે હુ પોતાના રીતે જીવતી ગઈ....*
*લવ યૂ જિંદગી.