Gujarati Quote in Romance by Dp, pratik

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિયુ પાનેતર અને પીઠીનો રંગ,
એવો ચઢ્યો આજ મારી રગે રગ,

કડકડતી હુંફ વળી ટાઢપનો માર,
બદલાતો આજ મારા યૌવનો ઢંગ.

આવતાજ પિયુને લઉ ઘેરી કેશમાં,
ભુલાવી ગમ બધા રહી જશે દંગ.

ટકરાશે નજર પછી આવશે તુફાન,
'ને વર્ષોનું તપ એનું થઇ જશે ભંગ.

મહીં આળસ મરડી આળોટશે હૈયુ,
જ્યાં રમશે પંખુડીયું કાંટાઓ સંગ.

આજ નાચશે ધરા 'ને ઝુમશે ગગન,
મળશે જયારે બે કાળજ બે અંગ.

સદા બની રહીશ એની ઢાલ"પ્રતીક"
ને આવશે પીડા તો છેડી દઈશ જંગ.

Dp,"પ્રતીક"

Gujarati Romance by Dp, pratik : 111321197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now