Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાન્યુઆરી 2020માં આ દિવસે લાગશે ચંદ્રગ્રહણ, જાણો સમય અને પૌરાણિક કથા વિશે

વર્ષ 2020નું પહેલુ ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ લાગી રહ્યું છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે 10 વાગીને 39 મિનિટે થશે અને સમાપ્તિ મોડી રાતે 2 વેગીને 20 મિનિટે થશે. ચંદ્રગ્રહણની કુલ અવધિ 4 કલાકની નજીક રહેશે. આ ગ્રહણ ભારત સિવાય યુરોપ, અફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દેખાશે. વર્ષ 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે. જેમાં 4 ચંદ્રગ્રહણ અને 2 સુર્યગ્રહણ હશે.

ચંદ્રગ્રહણને લઈ પૌરાણિક માન્યતા:

હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણ લાગવા પાછળ રાહુ અને કેતુ હોય છે. એક પૌરાણિક કથા મુજબ સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત માટે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારી મોહિનીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું. અને દેવતા અમર થઈ ગયા.

તે દરમિયાન રાહુ નામનો એક અસુર પણ દેવતાઓ વચ્ચે બેઠો હતો. તેથી અમૃત તેને પણ મળી ગયું. ભગવાન સૂર્ય અને ચંદ્રમાને જ્યારે આ વાતની પડી તો તેમણે ભગવાન વિષ્ણુને જણાવ્યું. ભગવાન વિષ્ણુજી એ સુદર્શન ચક્રથી તેની ગરદન ધડથી અલગ કરી. જોકે અમૃત પીવાના કારણે તેની મોત થઈ નહીં. તેનું માથું રાહુ અને ધડ કેતુના નામથી ઓળખાય છે. એવી માન્યતા છે કે આ ઘટનાના કારણે રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રમાને ગ્રહણ લગાવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111318473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now