૧) શબ્દોને સમજવા માટે ભણતરની નહીં પણ અનુભવની જરૂર પડે છે.
૨) ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધ કે પ્રેમની નિશાની છે.
૩) તમારે તમારૂં ભવિષ્ય બદલવું હોય, તો તમારે તમારી કુટેવો સુધારવી પડશે.
૪) જીવન જીવવાની બે રીત છે, દુનિયાના બધા ખૂણે લડી લેવું અથવા એક ખૂણે બેસી રડી લેવું.
૫) કોઇ સાથ ના આપે ત્યારે અરીસા સામે ઉભા રહીને કહેવાનું, તું ચિંતા ન કર આપણે ફોડી લઇશું.