કોઈ ના કેહવાથી તને ભુલાવી દઉ યાદ તારી મીટાવી દઉ એવું બને કયાથી ચાહત દિલમાં સજાવી રાખી છે મીઠી કસક વિસારી દઉ એવું બને કયાથી કાગડો હવે આવતો નથી અટારી ઉપર સાજન તારા નામ ને સાદ દઉ એવું બને કયાથી ભાગ્ય માં આહ સાથે રેહવાનુ લખ્યું છે જે આગ બળે એ આગ ને હવા આપુ એવું બને કયાથી અરીસો મારો તારી ઝલક હરપલ દશાવૅતો રહે મન નો આ ભરમ હટાવી દઉ એવું બને કયાથી ભલે ભુલે તારા કદમ મારા નગંર ના મારી આશં ના પંખી એને ઉડાવી દઉ એવું બને કયાથી સમય સાથે બધુજ ભુલાય ધીરે ધીરે અસ્તિત્વ ચાહત નુ ઓગળાતુ વરતાય ધીરેધીરે અચાનક સ્પંશી ચાલ્યો ગયો મૌન નો ઓરડો સ્મરણ સ્મૃતિ ઓ હવે મુરઝાય ધીમેધીમે ઘુટાતા ખાલીપણા ના નિ શબ્દ એકાન્તે નજરે સજાવ્યા ના દશ્યં ભુલાયા ધીરેધીરે અતે સૌએ સાથ છોડી જાય કાફલા નો શમણાં સજાવ્યો માળો વીખાય ધીરેધીરે રેશમી આચંળો ઓઠી હવા દીશા બદલાતા જીદંગી પીખાય ધીમેધીમે પ્રીત સરોવર ખીલ્યું શ્ર્વેત પોયંણુ જીવન ની ઝીલંમીલ ઝળહળ નોધારુ બન્યું સરોવર કોઈ ના કેહવાથી તને ભુલાવી દઉ એવુ બને કયાથી... મીનુ