(જૈસી કરની વૈસી ભરની)
રામાયણ ને મહાભારતમાં પણ ભગવાન કહેછે કે તમે જેવુ કામ કરશો તેવુ તમને ફળ મળશે એટલે સારુ કામ કરશો તો સારુ ફળ મળશે ને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ મળશે..
આપણે વાત કરી રહયા છીએ હૈદરાબાદમાં પશું ચિકિત્સક ડોક્ટર પ્રિયંકા રેડીની...થોડાક દિવસો પહેલા તેમની ઉપર ચાર નવજવાનોએ પોતાના એક પ્લાનીંગ મુજબ રેપ કર્યો, પછી મર્ડર કર્યુ ને ત્યારબાદ તેની લાશને પણ બાળી નાખી જેથી તેઓએ જે કોઇ ગુનો કર્યો છે તે સાબીત ના થાય! આમ છતાંય તેઓને હૈદરાબાદ પોલીસે એક જ દિવસમાં પકડી પાડયા જે પોતે કુલ ચાર જણ હતા, નાનપણના દોસ્તાર પણ હતા પરંતુ તેઓ બુધ્ધીથી ખરેખર નાદાન હતા તેઓએ જે કંઇ કામ કર્યુ તેની પાછળથી શું સજા થશે તે જરાય વિચાર્યું ના હતું હોશ ને જોશમાં આવુ અજુગતું કામ સૈ સાથે કરી બેઠા ગઇકાલે વહેલી સવારે હૈદરાબાદ પોલીસ તેઓને આ બનાવ જયાં બન્યો હતો ત્યા સૈને લઇ જઇને એક નાટકીય રિહર્સલ કરાવીને જોવા માંગતી હતી કે આ ઘટના તેઓએ કેવી રીતે પાર પાડી!
પછી ત્યા પહોંચ્યા પછી તેમાંના એકે પોલીસની રિવોલ્વર ઝુંટવીને સૈ સાથે બધાએ ભાગવાની કોશિશ કરી હતી ત્યારે તે જ સમયે પોલિસે તેમની સલામતી ખાતર જણાવ્યું હતું કે તમે રિવોલ્વર ફેંકી દો ને દરેક જણ અમને સરન્ડર કરી દો નહિ તો તમને એનકાઉન્ટર કરી દેવામાં આવશે પણ આમ છતાંય તેઓ ભાગવામાં મક્કમ રહેતા ના છુટકે હૈદરાબાદ પોલીસને દરેકને ભાગવાના પ્રયાસ રુપે એનકાઉન્ટર કરવું પડયું..એક બે ત્રણ ને ચાર આમ રિવોલ્વરમાંથી ચાર છૂટેલી ગોળીથી તેમની હરતી ફરતી જીંદગી બેજાન થઈ ને ત્યાં જ નીચે પડી ઢળી પડી..! કોઇનો છોકરો હતો, કોઇને ભાઇ હતો, તો કોઇનો પતિ હતો, ગુનાની સજા તત્કાળ મળી ગઇ આમ ઘણા દિવસોથી ગુંચવાયેલા આ કિસ્સાનો આમ અંત પણ આવી ગયો, ના વધુ સમય લાગ્યો કે ના વધુ વાર લાગી! જનતાને જે ન્યાય માટે જે જોઇતું હતું તેનો ઝટ ને પટની રીતે નિવેડો પણ આવી ગયો!
આથી આજ, સૈ જનતા આ કાર્યથી ઘણી પ્રભાવિત થઈછે ને ઘણી ખુશ પણ થઈછે! આ સાથે સાથે ડોકટર પ્રિયંકાના આત્માને પણ પરમ શાંતિ જરુર મળી હશે!
આમ આ કિસ્સામાં એક સાથે કુલ પાંચ જીંદગી આ પ્રમાણે ચાલી ગઇ! ઇશ્વરે પણ કદાચ તેના લેખમાં આ પ્રમાણે થવાનું છે તેમ લખેલું હશે!
પણ તમને શું લાગે છે! શું આવુ કુરત્ય કાયમ માટે અટકશે ખરુ!
જવાબ છે જી ના! કારણકે આવુ તો પહેલા પણ દેશમાં ઘણીવાર બન્યુ છે ને આજ પણ બનતું હોયછે ને ભવિષ્યમાં પણ બનતું રહેશે! કારણકે આનો અંત જ આવે તેમ જ નથી..આવો જ એક આપણો સંસાર છે ને આવી જ આપણી સૈની જીંદગી પણ છે..ગુનાઓ આમ જ થતા રહેશે ને દરેક ગુનાઓની સજા પણ આવી જ મળતી રહેશે.
છતાંય લોકો આ બાબતે થોડુ ઘણું પણ વિચારશે નહી કે રેપ કરવો ને કર્યા પછી પુરાવાનો આ રીતે નાશ કરવો તે એક ગંભીર ગુનો છે!
ભગવાન સૈને સદબુધ્ધી આપે.