-: આંસુ :-
લાખોની એ ભીડમાં એને આવતા મેં નિરખી લીધી,
જકડી રાખેલી લાગણીઓ મેં આજે વહેતી મૂકી દીધી.
લાંબા સમયથી રાહ જોતી આંખો કેમ આજે થમી ગઈ,
સઘળું આજે લાગ્યું રૂપાળું જાણે જિંદગી બધું કહી ગઈ.
જેમ વાદળ છાયા આકાશમાં વર્ષા રૂપી ચાદર છવાઈ રહી ,
કેમ લાગ્યું આજે ભીંજાઉં હું તડકે મૂકી બધું અહીંનું અહીં.
વર્ષો જૂની મારી લાગણીઓ કેમ આજે વિકરાળ બની ગઈ,
ખબર હતી નહિ મળી શકે મને છતાંયે આંખો એને ભૂલી નહિ.
તને નિહાળી પળભર મળતી ખુશી જે શોધી છતાં ના દેખાણી,
સામે આવતી તું પોતે તોય તારી યાદો જ હાવી થઈને દઝાણી.
બસ હતી મારી આજ જુબાની છતાંય લખી આ નિર્મળ વાણી,
આશા કરું કોઈના ચાખે આવું એકલતા રૂપી મૃગજળ પાણી.
બાળપણ હતું કે હતી જુવાની હૈયે રાખી આશ તને પામવાની,
પડી સવાર ને દેખાણું, આંખો કહી ગઈ આસું ભીની કહાની.
D.K......