એક નાનું એવું દિલ અમારું તોડીને એ ચાલ્યાં,
હસતી મારી આંખો માં આશું આપીને ચાલ્યાં.
વસંત ની જેમ ખીલ્યો હતો મારો પ્રેમ નો બગીચો,
પણ કેમ જાણે પાંનખર આપીને ચાલ્યાં.
સોળે કળાએ ખીલી હતી મારા જીવનમાં ચાંદની
તો કેમ અમને અમાસ આપીને ચાલ્યાં.
ભરી મહેફિલ માં થતી હતી અમારી ગઝલ ની વાહ વાહ,
પણ એતો મોઢું ફેરવીને ચાલ્યાં.
વખાણ જ હતા મારી ગઝલમાં એના તો
શા માટે તમે ચહેરા બગાડીને ચાલ્યાં.
જેને દિલ જ તોડવું હોય એ હજારો બહાના આપશે "વિપુલ"
ભલે પછી સાથ અમારો છોડીને ચાલ્યાં.
વિપુલ ભીલ (બેપરવા)
રાજકોટ